WhatsApp New Feature: હવે Group Chat ના Unread Messages નો Quick Summary મળશે, જાણો કેવી રીતે કામ કરશે

Gujaratitech
0

WhatsApp New Feature


WhatsApp New Feature : શું તમે પણ વોટ્સએપ ગ્રુપમાં આવતા ઢગલાબંધ મેસેજથી કંટાળી ગયા છો? થોડો સમય વોટ્સએપ ન ખોલીએ તો સેંકડો અનરીડ મેસેજ સમરી(WhatsApp unread message summary)  ભેગા થઈ જાય છે અને તેને એક-એક કરીને વાંચવા કંટાળાજનક લાગે છે. પરંતુ હવે વોટ્સએપ તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી રહ્યું છે.


એક ક્લિકમાં મળશે ચેટનો સારાંશ

વોટ્સએપ અત્યારે એક શાનદાર સમરી ફીચર પર કામ કરી રહ્યું છે. જો તમારા વોટ્સએપમાં ઘણા બધા અનરીડ (ન વાંચેલા) મેસેજ હશે, તો આ ફીચરની મદદથી તમે માત્ર એક ક્લિક કરીને આખી ચેટનો સારાંશ વાંચી શકશો. લોકપ્રિય ટેક પોર્ટલ WABetaInfoના રિપોર્ટ મુજબ, આ ફીચર આવ્યા પછી યુઝરને તરત ખબર પડી જશે કે ગ્રુપમાં કયા વિષય પર ચર્ચા થઈ રહી છે. સમરી વાંચ્યા બાદ જો તમને એ ચેટ કામની લાગે તો જ તમે પૂરા મેસેજ વાંચી શકો છો, જેનાથી તમારો ઘણો કિંમતી સમય બચશે.


હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ

હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ ફેઝમાં છે અને તેને બીટા યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર(Google Play Store ) પર બીટા પ્રોગ્રામ(WhatsApp beta feature) હેઠળ વર્ઝન 2.26.12.10 માં આ નવું ફીચર જોવા મળ્યું છે. વોટ્સએપ હંમેશા નવા ફીચરનું ટેસ્ટિંગ પહેલા બીટા વર્ઝનમાં કરે છે, જેથી સામાન્ય યુઝર્સ સુધી પહોંચતા પહેલા તેની તમામ ખામીઓ દૂર કરી શકાય.

Read More : Apple Security Update 2026 : iPhone, iPad અને Mac માટે મોટું સિક્યોરિટી અપડેટ, WebKit Bug ફિક્સ સાથે પ્રાઇવસી વધુ મજબૂત


પ્રાઇવસીનું રખાયું છે પૂરતું ધ્યાન

ઘણા લોકોને એવો સવાલ થાય કે આ સમરી બનાવવા માટે શું વોટ્સએપ આપણા પર્સનલ મેસેજ વાંચશે? તો તેનો જવાબ છે, ના! આ નવું ફીચર મેટાની પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજી(private processing WhatsApp) પર કામ કરે છે. આ ટેક્નોલોજી એટલી સુરક્ષિત છે કે તમારો ડેટા સંપૂર્ણપણે પ્રાઇવેટ રહે છે. મેટા કે વોટ્સએપ કંપની પોતે પણ તમારા મેસેજ વાંચી કે જોઈ શકતી નથી. એટલે આ ખરેખર એક privacy safe feature છે અને WhatsApp unread messages summary feature privacy safe છે કે નહીં જેવા સવાલનો જવાબ પણ હા માં મળે છે.

WhatsApp unread messages summary feature privacy safe

સિક્યોરિટીનું થયું છે કડક ઓડિટ

જ્યારે મેટાએ આ પ્રાઇવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજી બનાવી ત્યારે સુરક્ષા બાબતે ઘણા સવાલો ઊભા થયા હતા. આથી, NCC ગ્રુપ અને ટ્રેલ ઓફ બાઇટ્સ નામની જાણીતી કંપનીઓ પાસે તેનું સત્તાવાર ઓડિટ કરાવવામાં આવ્યું હતું. આ ઓડિટમાં પાસ થયા બાદ કન્ફર્મ થયું છે કે મેટાનું આ ફીચર આંતરરાષ્ટ્રીય સિક્યોરિટી સ્ટાન્ડર્ડ મુજબ બન્યું છે અને 100% સુરક્ષિત છે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

સૌથી સારી વાત એ છે કે વોટ્સએપે આ ફીચરને ફરજિયાત બનાવ્યું નથી. યુઝર્સ પોતાની મરજીથી તેનો ઉપયોગ કરી શકશે. ડિફોલ્ટ સેટિંગમાં આ ફીચર બંધ જ રહેશે. જો તમારે સમરી ફીચરનો લાભ લેવો હોય, તો તમારે જાતે વોટ્સએપના સેટિંગ્સમાં જઈને તેને ચાલુ કરવાનું રહેશે. એકવાર ઓન કર્યા પછી તમે સરળતાથી લાંબી ચેટ્સની સમરી મેળવી શકશો.

વોટ્સએપનું આ નવું સમરી ફીચર યુઝર્સનો સમય બચાવવાની સાથે સાથે તેમની પ્રાઇવસીનું પણ પૂરું ધ્યાન રાખશે. ટૂંક સમયમાં જ તમામ સ્માર્ટફોન યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ કરવામાં આવે તેવી શક્યતા છે.


Read More :  Aadhaar Card Update: હવે Google Maps પરથી મિનિટોમાં શોધો નજીકનું આધાર સેન્ટર!

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top