Google Play Store Bettery Warning: વધુ બેટરી વાપરતી Android Apps માટે Google કડક, શરૂ કર્યું Warning Label દર્શાવવું

Google Play Store હવે Android એપ્સ પર વૉર્નિંગ લેબલ લાગુ કરી રહ્યું છે જે બેટરી વધારે ખર્ચે છે. જાણો કેવી રીતે આ ફીચર તમારી મોબાઇલ બેટરી બચાવશે અને ડે

Google Play Store Bettery Warning : Googleએ એવી Android એપ્લિકેશન્સ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે જે બહુ વધારે બેટરી વાપરે છે. ટેક કંપનીના જણાવ્યા અનુસાર Google Play Store હવે એવી એપ્સ(Apps) પર Warning Label બતાવશે જે Android સ્માર્ટફોનની બેટરી લાઇફ વધારે વાપરે છે. Google આવી એપ્સને Play Store ની રેકોમેન્ડેશનમાંથી બહાર રાખશે. કંપનીએ કહ્યું કે આ એપ્સ Android ના Partial Wake Lock Mechanism નો ખોટો ઉપયોગ કરે છે અને સ્ક્રીન બંધ હોવા છતાં CPUને બેકગ્રાઉન્ડમાં ચલાવે છે. Google ના જણાવ્યા અનુસાર, Bad Behaviour એ ત્યારે ગણાય છે જ્યારે ‘પાછલા 28 દિવસોમાં 5% થી વધુ યુઝર સેશન્સ’માં આવું થાય.

Photo Credit: Google 



Google એ Play Store ના નવા વોર્નિંગ લેબલ દેખાડ્યા 

એક રીસેન્ટ બ્લોગ પોસ્ટ પર Google એ જણાવ્યું છે કે 1 માર્ચથી Google Play Store એ બેટરી ડ્રેન સુધારવા માટે “Wake Lock” ટેક્નિકલ ક્વોલિટી ટ્રીટમેન્ટ શરૂ કર્યા છે. આને આવનારા સમયમાં તે એપ્સ પર રોલઆઉટ કરવામાં આવશે, જે પર તેનો અસર પડી છે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે જે એપ્સ સતત Android Vitals માં Excessive Partial Wake Lock ની મર્યાદા પાર કરે છે, તેને Play Store પર વોર્નિંગ સાથે લિસ્ટ કરવામાં આવશે. આવી એપ્સને Recommendation અને Discovery Surface જેવી સુવિધાઓમાંથી બહાર રાખવામાં આવશે.


કંપનીએ વોર્નિંગ મેસેજનું ઉદાહરણ બતાવતા એક ઈમેજ શેર કરી છે, જેમાં લખેલું છે: “વધુ બેકગ્રાઉન્ડ એક્ટિવિટી હોવાના કારણે આ એપ અપેક્ષા કરતાં વધુ બેટરીનો ઉપયોગ કરી શકે છે.”


પાર્શિયલ વેક લોક એપ્સને મોબાઇલની સ્ક્રીન બંધ હોવા છતાં સ્માર્ટફોનના CPU ને એક્ટિવ રાખવાની મંજૂરી આપે છે જેનાથી સ્માર્ટફોનની બેટરીનો ઉપયોગ નાહકનો વધી જાય છે જેની આડ અસર બેટરી પર પડે છે. ગૂગલ કોઈ એપને “Bad Behavior Threshold” માં ત્યારે ગણાવે છે જ્યારે તે છેલ્લા 28 દિવસમાં 5% કરતાં વધુ યુઝર સેશનમાં ફોનની સ્ક્રીન બંધ હોવા છતાં સરેરાશ 2 કલાક કે તેથી વધુ સમય સુધી Partial Wake Lock સક્રિય રાખે છે.

Read More : હવે WhatsApp અને Telegram ચલાવવા માટે સિમ એક્ટિવ હોવું જરૂરી


ધ્યાન આપવા જેવી વાત એ છે કે Android પર ચાલતા સ્માર્ટફોન કેટલાક Wake Lock ને મંજૂરી આપે છે, જો તે યુઝરને સ્પષ્ટ ફાયદો આપે અને તેને વધુ ઑપ્ટિમાઇઝ કરી શકાય નહીં. ઉદાહરણ તરીકે Audio Playback, Location Service અથવા જ્યારે કોઈ યુઝર Data Transfer શરૂ કરે છે, ત્યારે આવા Wake Lock ની પરવાનગી આપવામાં આવે છે.

Google Play Store Bettery Warning | Photo Credit: AI


Read More : AI Voice Cloning Scam : “Silent Call” થી તમારો અવાજ ચોરી રહ્યો છે! જાણો કેવી રીતે બચશો


બ્લોગ મા Google એ ડેવલપર્સ ને કેટલાક સૂચનો આપ્યા છે, જેવાકે નેટવર્ક કોમ્યુનેશન (Network Communication), લોકેશન ટ્રેકિંગ (Location Tracking), બેકગ્રાઉન્ડ સિંક(Background Sync) અને સેન્સર મોનીટરીંગ (Sensor Monitoring), જેનાથી Wake Lockનો બિન જરૂરી ઉપયોગ ઓછો થાય. કંપનીએ એ પણ કહ્યું છે કે કેટલીક એપ્લિકેશનનોએ આ સમસ્યાને ઠીક કરવાનું શરૂ પણ કરી દીધું છે.અને પોતાના બેકગ્રાઉન્ડ બિહેવિયરને ઑપ્ટિમાઇઝ કરવા માટે તેના સૂચનોનો લાભ પણ લીધો છે.

Read Also : ડોક્ટર કરતાં પણ ઝડપી AI રોબોટ! China Robot Surgeryની આ નવી ટેક્નોલોજી જાણીને તમે ચોંકી જશો

Google નું આ ફીચર તમને કેવી રીતે ફાયદો આપશે?

  • તમારા ફોનની બેટરી લાઇફ વધશે અને વધારે બેટરી ખાવા વાળી એપ્સ થી આપ બચશો.
  • જે એપ્લિકેશનનું optimization ખરાબ હશે એ એપ્સ ને તમે ઓળખ કરી શકશો.
  • Google નું આ ફીચર ડેવલપર્સ માટે પણ ફાયદાકારક રહેશે જેના ઉપયોગ થી તેઓ પોતાની એપ્લિકેશનને વધારે સારી બનાવી શકશે.

COMMENTS

Name

Ai,4,Android,1,Apps,7,Laptop,2,Mobile,4,News,13,Telecom,1,
ltr
item
Gujaratitech: Google Play Store Bettery Warning: વધુ બેટરી વાપરતી Android Apps માટે Google કડક, શરૂ કર્યું Warning Label દર્શાવવું
Google Play Store Bettery Warning: વધુ બેટરી વાપરતી Android Apps માટે Google કડક, શરૂ કર્યું Warning Label દર્શાવવું
Google Play Store હવે Android એપ્સ પર વૉર્નિંગ લેબલ લાગુ કરી રહ્યું છે જે બેટરી વધારે ખર્ચે છે. જાણો કેવી રીતે આ ફીચર તમારી મોબાઇલ બેટરી બચાવશે અને ડે
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhNk0y0M2twX-SZbCX3pzISg-P76Sbev0Z9803VzCZsjRUoJmZ_KEO1Qk9crB3gS5EfHvJ9B0TyUqcKWkuesqGYepoTR8k3WSKcR298g6N9vkZIm64_iohhkgc8c5j7H1llljIwGWCc8Zgy_KSx6bpla_28k1rhyphenhyphenfwFeu_0U0g6qZwZCSRbnCVK4wrKe7Of/w640-h360/google_play_store_1772788206668.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhNk0y0M2twX-SZbCX3pzISg-P76Sbev0Z9803VzCZsjRUoJmZ_KEO1Qk9crB3gS5EfHvJ9B0TyUqcKWkuesqGYepoTR8k3WSKcR298g6N9vkZIm64_iohhkgc8c5j7H1llljIwGWCc8Zgy_KSx6bpla_28k1rhyphenhyphenfwFeu_0U0g6qZwZCSRbnCVK4wrKe7Of/s72-w640-c-h360/google_play_store_1772788206668.jpg
Gujaratitech
https://www.gujaratitech.in/2026/03/google-play-store-battery-Warning-android-apps-warning-gujarati.html
https://www.gujaratitech.in/
https://www.gujaratitech.in/
https://www.gujaratitech.in/2026/03/google-play-store-battery-Warning-android-apps-warning-gujarati.html
true
9037518714030224922
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content