SIM Binding Rule 2026 : હવે WhatsApp અને Telegram ચલાવવા માટે સિમ એક્ટિવ હોવું જરૂરી

1 માર્ચથી SIM Binding નિયમ લાગુ થવાના કારણે WhatsApp, Telegram જેવી મેસેજિંગ એપ્સના ઉપયોગમાં ફેરફાર થઈ શકે છે. જાણો આ નિયમ શું છે, WhatsApp Web પર શું

1 માર્ચથી એક મહત્વપૂર્ણ SIM Binding નિયમ લાગુ થઈ રહ્યો છે જેની અસર WhatsApp, Telegram જેવી મેસેજિંગ એપ્સના ઉપયોગ પર ઠેર શકે છે. ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા આ નિયમ મુજબ હવે WhatsApp, Telegram જેવી મેસેજિંગ એપ્સના યુઝરનું એકાઉન્ટ તે મોબાઇલ નંબર સાથે જોડાયેલું હોવું જરૂરી રહેશે.

sim-binding-rule-whatsapp-telegram-india | Photo Credit : AI


આખરે આ SIM Binding નિયમ છે શું?

SIM Binding એવી સિસ્ટમ છે જેમાં કોઈ પણ મેસેજિંગ એપ્સનું એકાઉન્ટ તમારા મોબાઇલ રહેલા SIM CARD સાથે જોડાયેલું હોય. સરળ શબ્દોમાં સમજીએ તો, જો તમે Whatsapp અથવા Telegram પર જે મોબાઇલ નંબરથી એકાઉન્ટ બનાવો છો, તો તે મોબાઇલ નંબરનું સિમ(SIM) તમારા મોબાઇલમા નાંખેલું હોવું જોઈએ અથવા ફોનમા એક્ટિવ હોવું જોઈએ. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ યુઝરની સાચી ઓળખને ખાતરીપૂર્વક જોડવાનો અને ઓનલાઈન ઠગાઈ તથા ફેક એકાઉન્ટ્સને ઘટાડવાનો છે, જેથી ડિજિટલ પ્લેટફોર્મ વધુ સુરક્ષિત બની શકે.


આ સિસ્ટમથી WhatsApp Web અને Multi Device પર શું અસર પડશે?

આ નિયમના કારણે જો તમારા ફોનમાં રહેલુ SIM કાર્ડ એક્ટિવ ન હોય તો WhatsApp Web અને Multi-Device ફીચરના ઉપયોગ પર પણ થોડો પ્રભાવિત થઈ શકે છે. કેટલાક મીડિયા રીપોર્ટસ મુજબ, આ પ્રકારની સ્થિતિ માં WhatsApp Webનું સેશન ક્યારેક આપોઆપ ઑટો લોગઆઉટ (Auto Logout) થઈ શકે છે. ત્યારબાદ ફરીથી એક્સેસ મેળવવા માટે યુઝરને ફરી QR Code સ્કેન કરીને Login કરવું પડી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, WhatsApp Webને સ્મૂથ રીતે ઉપયોગ કરવા માટે ફોનમાં એક્ટિવ SIM હોવું વધુ જરૂરી બની શકે છે.

SIM Binding Rule | Photo Credit : AI


વધારે અસર કયા યુઝર્સને થશે?

આ નવા નિયમથી ખાસ કરીને તો એવા યુઝર્સને વધારે અસર થઈ શકે છે જે એક જ WhatsApp એકાઉન્ટને મલ્ટી ડિવાઇસ પર ઉપયોગ કરે છે અથવા તો વારંવાર મોબાઇલમા પોતાનું SIM કાર્ડ બદલે છે. બીજી બાજુ ઘણા નાના બિઝનેસ, દુકાનદાર અને ઓફિસમાં કામ કરતા લોકો રોજિંદા કામ માટે WhatsApp Web નો સહારો લે છે, તેથી આવા યુઝર્સને આ બદલાવને કારણે થોડું એડજસ્ટ થવું પડી શકે છે. જોકે, આ પગલાનો મુખ્ય હેતુ યુઝર્સની સુરક્ષા વધારવાનો અને ફેક એકાઉન્ટ્સ પર નિયંત્રણ લાવવાનો છે.


Read More : AI Voice Cloning Scam : “Silent Call” થી તમારો અવાજ ચોરી રહ્યો છે! જાણો કેવી રીતે બચશો


સરકારે આ નિયમ શા માટે લાગુ કર્યો?

સરકારના કહેવા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ફ્રોડ, ફેક એકાઉન્ટ અને ઓનલાઈન ઠગાઈના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. નકલી નંબર અથવા બંધ થયેલી સિમ પરથી અપરાધી માનસિકતા ધરાવતા ઘણા લોકો મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. આ સમસ્યાને રોકવા માટે સરકાર દ્વારા SIM Binding નો નિયમ લાવવામાં આવ્યો છે. આ નિયમનો મુખ્ય હેતુ એ છે કે દરેક મેસેજિંગ એકાઉન્ટ સક્રિય મોબાઇલ નંબર સાથે જોડાયેલું રહે. જેથી જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય તો સંબંધિત વ્યક્તિની ઓળખ સરળતાથી કરી શકાય અને સાયબર ક્રાઈમ પર કાબૂ મેળવવામાં મદદ મળે.


Read Also : ડોક્ટર કરતાં પણ ઝડપી AI રોબોટ! China Robot Surgeryની આ નવી ટેક્નોલોજી જાણીને તમે ચોંકી જશો


સરકાર આ નિયમ કેમ લાવી?

SIM Binding નિયમ લાગુ થયા પછી મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરવાની રીતમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. હવે યુઝર્સે ખાતરી રાખવી પડશે કે જેના નંબરથી તેઓએ એકાઉન્ટ બનાવ્યું છે, તે SIM કાર્ડ તેમના ફોનમાં એક્ટિવ હોવું જરૂરી રહેશે. સરકારનું માનવું છે કે આ પગલું ડિજિટલ સુરક્ષા મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ફ્રોડ અને ફેક એકાઉન્ટના કેસોમાં વધારો જોવા મળ્યો છે. SIM Binding નિયમના કારણે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અને યુઝર્સને વધુ સુરક્ષિત ડિજિટલ માહોલ આપવા સરકાર પ્રયત્ન કરી રહી છે.

COMMENTS

Name

Ai,4,Android,1,Apps,7,Laptop,2,Mobile,4,News,13,Telecom,1,
ltr
item
Gujaratitech: SIM Binding Rule 2026 : હવે WhatsApp અને Telegram ચલાવવા માટે સિમ એક્ટિવ હોવું જરૂરી
SIM Binding Rule 2026 : હવે WhatsApp અને Telegram ચલાવવા માટે સિમ એક્ટિવ હોવું જરૂરી
1 માર્ચથી SIM Binding નિયમ લાગુ થવાના કારણે WhatsApp, Telegram જેવી મેસેજિંગ એપ્સના ઉપયોગમાં ફેરફાર થઈ શકે છે. જાણો આ નિયમ શું છે, WhatsApp Web પર શું
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhVmjXzNgAvrASrC4QZCodxIpyujPgtxjZqnywCulzanvCPs3T7aqEJM-c8AKtaTDEQ94QF1wzBp54QGgaqBIO-lO2fhjRpEWHVzwirZbthE1AlOabzC0LsUh8ryTtBmVvGgY7pfB0PnlqUeafdrPc2stzaUBYPwvjbAap4el1fo-1_QhZbO_l2hZ5uMwyK/w640-h416/sim-binding-rule-whatsapp-telegram-india.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhVmjXzNgAvrASrC4QZCodxIpyujPgtxjZqnywCulzanvCPs3T7aqEJM-c8AKtaTDEQ94QF1wzBp54QGgaqBIO-lO2fhjRpEWHVzwirZbthE1AlOabzC0LsUh8ryTtBmVvGgY7pfB0PnlqUeafdrPc2stzaUBYPwvjbAap4el1fo-1_QhZbO_l2hZ5uMwyK/s72-w640-c-h416/sim-binding-rule-whatsapp-telegram-india.jpg
Gujaratitech
https://www.gujaratitech.in/2026/03/sim-binding-rule-whatsapp-telegram-india.html
https://www.gujaratitech.in/
https://www.gujaratitech.in/
https://www.gujaratitech.in/2026/03/sim-binding-rule-whatsapp-telegram-india.html
true
9037518714030224922
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content