Android God Mode Malware Alert: ભારતમાં Android યુઝર્સ માટે મોટી ચેતવણી, ફોન થઈ શકે હેક

Android God Mode Malware Alert : ભારતમાં કરોડો એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ પર Android God Mode મેલવેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. I4C એ આ ખતરનાક વાયરસથી બચવા માટે તાકીદની ચેતવણી અને ગાઇડલાઇન જાહેર કરી છે.


android-god-mode-malware-alert-india-i4c-warning



આજના સમયમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે, પરંતુ આ જ ફોન હવે તમારી મહેનતની કમાણી પર તરાપ મારી શકે છે. તાજેતરમાં ગૃહ મંત્રાલયની સાયબર સુરક્ષા વિંગ I4C (ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર) એ કરોડો એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક ગંભીર ચેતવણી જારી કરી છે. આ ખતરો Android God Mode નામના એક અત્યંત એડવાન્સ મેલવેર સાથે જોડાયેલો છે.


શું છે આ Android God Mode?

આ કોઈ સામાન્ય વાયરસ નથી. એકવાર તમારા ફોનમાં ઘૂસી ગયા પછી આ મેલવેર તમારા ડિવાઇસ પર લગભગ પૂરો કંટ્રોલ મેળવી લે છે. સાયબર અપરાધીઓ આ મેલવેરનો ઉપયોગ કરીને તમારા મેસેજ અને ઈ-મેલ વાંચી શકે છે. એટલું જ નહીં, તે તમારી લોકેશન ટ્રેક કરી શકે છે અને બેંકિંગ એપ્સમાં થતા ટ્રાન્ઝેક્શન પર પણ નજર રાખી શકે છે. તેને God Mode એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે ફોનની તમામ સિક્યુરિટીને બાયપાસ કરવાની ક્ષમતા ધરાવે છે.


android god mode malware
android god mode malware



ભોળા યુઝર્સને આ રીતે ફસાવવામાં આવે છે

નેશનલ સાયબરક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU)ના રિપોર્ટ મુજબ, ઠગ લોકો જાણીતી એપ્સના નામનો સહારો લઈ રહ્યા છે. આ મેલવેર SBI YONO, RTO ચલાણ, જીવન પ્રમાણ પત્ર અને કસ્ટમર સપોર્ટ જેવી સત્તાવાર એપ્સ જેવો જ દેખાવ કરે છે. યુઝર્સને લાગે છે કે તેઓ સાચી એપ ડાઉનલોડ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ પોતાના ફોનમાં આ ખતરનાક વાયરસને આમંત્રણ આપી રહ્યા હોય છે.


એકવાર ઇન્સ્ટોલ થયા પછી, આ એપ તમારી પાસે Accessibility Permissions માંગે છે. જેવી તમે આ પરવાનગી આપી, એટલે સમજી લો કે તમારા ફોનની ચાવી તમે હેકર્સના હાથમાં સોંપી દીધી છે. આ પરવાનગીની મદદથી હેકર્સ તમારી જાણ બહાર નાણાકીય છેતરપિંડી આચરી શકે છે અને તમારો અંગત ડેટા ચોરી શકે છે.


બચવા માટે શું કરવું?

I4C (સાયબર દોસ્ત) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતે સાવચેતી રાખવા માટે કેટલીક મહત્વની સલાહ આપી છે.

  • હંમેશા ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) અથવા વિશ્વાસપાત્ર સ્ત્રોત પરથી જ એપ્સ ડાઉનલોડ કરો.
  • કોઈપણ અજાણી કે શંકાસ્પદ એપને Accessibility પરમિશન આપતા પહેલા 100 વાર વિચાર કરો.
  • WhatsApp પર આવેલી કોઈ લિંક કે APK ફાઈલ દ્વારા એપ ઇન્સ્ટોલ કરવાનું ટાળો.
  • જો તમને લાગે કે તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ એપ છે, તો તેને તરત જ ડિલીટ કરો અને એપ પરમિશન ચેક કરો.


જો તમે અથવા તમારી આસપાસ કોઈ આવી સાયબર છેતરપિંડીનો શિકાર બને, તો મોડું કર્યા વગર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો. યાદ રાખો, તમારી જાગૃતિ જ તમારી સુરક્ષા છે. સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી આવી ગાઇડલાઇનઓનું પાલન કરવું હિતાવહ છે.


Read Also :

0/Post a Comment/Comments