Disable YouTube Shorts: કલાકો બગાડતા YouTube Shortsથી છૂટકારો! જાણો 0 મિનિટ સેટિંગ

Disable YouTube Shorts: શું તમે પણ YouTube Shorts જોવામાં કલાકો બગાડો છો? હવે તમે શોર્ટ્સને સંપૂર્ણપણે બંધ કરી શકો છો. યુટ્યુબે 0 મિનિટ લિમિટનું નવું ફીચર રજૂ કર્યું છે. જાણો સેટિંગ કેવી રીતે કરવું.

disable-youtube-shorts-0-minute-limit-setting
disable-youtube-shorts-0-minute-limit-setting


Disable YouTube Shorts: સ્માર્ટફોન હાથમાં આવતા જ કલાકો સુધી શોર્ટ વીડિયો(Short Video Content) જોવાની આદત હવે બહુ સામાન્ય બની ગઈ છે. લોકો રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ(YouTube Shorts) પાછળ પોતાનો કિંમતી સમય બગાડી રહ્યા છે. સતત સ્ક્રોલ કરવાની આ આદતને કારણે માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ વધી રહી છે. તેને લઈને કોર્ટમાં કેટલાક કેસ પણ ચાલી રહ્યા છે. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને યુટ્યુબે એક બહુ જ ઉપયોગી સુવિધા શરૂ કરી છે. હવે તમે ઈચ્છો તો યુટ્યુબ એપમાં Shorts જોવાનું સંપૂર્ણપણે બંધ કરી શકો છો.

Shorts Feed Limit પહેલાં કેટલું હતું અને હવે શું બદલાયું?

અગાઉ યુટ્યુબમાં Shorts feed limit સેટિંગ હતું પણ તેમાં ઓછામાં ઓછી 15 મિનિટની લિમિટ જ રાખી શકાતી હતી. નવા અપડેટ મુજબ યુઝર્સ હવે આ લિમિટને શૂન્ય (0 minute limit) મિનિટ પર સેટ કરી શકશે. આવું કરવાથી તમારો ઘણો સમય બચી જશે અને શોર્ટ ફોર્મ કન્ટેન્ટથી સંપૂર્ણ છુટકારો મળશે. આ feature ખાસ કરીને એવા યુઝર્સ માટે ઉપયોગી છે, જેઓ ડૂમસ્ક્રોલલિંગ(Doomscrolling) અથવા સતત Short-Form Video Habits પર કાબૂ મેળવવા માંગે છે.

આ નવું સેટિંગ સામાન્ય યુઝર્સ અને ટીનેજર્સ બંનેના એકાઉન્ટ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જે માતા પિતા પોતાના બાળકોની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખે છે તેમના માટે આ ફીચર ખરેખર ખૂબ કામનું છે. Google Family Link મારફતે મેનેજ થતા બાળકોના એકાઉન્ટમાં જો વાલીઓ શોર્ટ્સ ટાઈમરને 0 પર સેટ કરી દેશે તો બાળકો તેમના ફોનમાં એક પણ શોર્ટ વીડિયો જોઈ શકશે નહીં.

YouTube Shorts limit 0
YouTube Shorts limit 0


તમારા ફોનમાં YouTube Shorts limit 0 કેવી રીતે સેટ કરવી?

તમારા ફોનમાં YouTube Shorts Setting આ લિમિટ સેટ કરવી ખૂબ જ સરળ છે. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો:

  • Step 1: સૌથી પહેલા તમારા ફોનમાં યુટ્યુબ એપ ઓપન કરી લો.
  • Step 2: નીચે જમણી બાજુ આપેલા યુટ્યૂબ ટેબ(You tab) પર ક્લિક કરો.
  • Step 3: ઉપર દેખાતા Settings ના આઇકન પર ક્લિક કરો.
  • Step 4: અહીં તમને Time management નો વિકલ્પ મળશે તેના પર જાવ.
  • Step 5: Shorts feed limit પર જાઓ
  • Step 6: 0 minute limit સેટ કરો

YouTube time management
YouTube time management


જો તમારા ફોનમાં નવું યુટ્યુબ શોર્ટ્સ ડિસેબલ અપડેટ(YouTube Shorts disable) આવી ગયું હશે તો અહીં લિમિટને 0 સેટ કરવાનો ઓપ્શન મળી જશે. ડૂમસ્ક્રોલિંગ((Doomscrolling)) એટલે કે સતત મોબાઈલ સ્ક્રીન ઘસતા રહેવાની આદત છોડાવવા માટે આ એક સચોટ ઉપાય છે. અગાઉ યુટ્યુબમાં Take a Break અથવા સૂવાના સમયના રિમાઇન્ડર મળતા હતા પણ આ નવી સુવિધા તેના કરતા સાવ અલગ અને અસરકારક છે. તે તમને શોર્ટ્સથી બિલકુલ દૂર રાખીને તમારો સમય અને માનસિક શાંતિ બંને બચાવવામાં મદદ કરે છે.

Read Also : WhatsApp New Feature: હવે Group Chat ના Unread Messages નો Quick Summary મળશે, જાણો કેવી રીતે કામ કરશે

Post a Comment

Previous Post Next Post